ઈલેક્શન અપડેટ : બહેરા-મૂંગા મતદારોને સાઈન લેંગ્વેજથી મતદાન અંગે અપાઈ સમજ

- text


મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર કુલ ૧૬૩૬ દિવ્યાંગ મતદારો પૈકી ૧૫૦ બહેરા-મૂંગા મતદારો નોંધાયેલા છે

મોરબી : કોરોના મહામારી વચ્ચે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ મહામારી વચ્ચે કોઇ દિવ્યાંગ મતદારોને મતદાન કરવા માટે કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.

મોરબી વિધાનસભા બેઠકના વિસ્તારમાં કુલે ૧૬૩૬ જેટલા દિવ્યાંગ મતદાતાઓ નોંધાયેલા છે તેમાં પણ બહેરા-મૂંગા મતદારો ૧૫૦ જેટલા મતદારો નોંધાયેલા છે. બહેરા-મૂંગા મતદારોને મતદાન કરવા માટે આ વખતે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બહેરા-મૂંગા દિવ્યાંગ મતદારો ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન કરે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને દિવ્યાંગ મતદારોના નોડેલ અધિકારીશ્રી અનીલાબેન પીપળીયા ખાસ કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન અંતર્ગત બહેરા-મૂંગા મતદારોને તેમની સાઇન લેંગ્વેજ દ્વારા મતદાન કઇ રીતે કરવું તે અંગેની સમજ આપવામાં આવી રહી છે.

- text

મોરબી કલેક્ટર કચેરી ખાતે આવેલ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં કોરોનાના કારણે સામાજિક અંતર જળવાઇ રહે તે રીતે દિવ્યાંગ મતદાતાઓને બોલાવીને ઘર બેઠા બેલેટ પેપરથી મતદાન કરવા માટેની સમજ આપવામાં આવી રહી છે અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવા માટેનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગ મતદારોના જનજાગૃતિ કેમ્પેઇન દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગ મતદારોને પોતાના કિંમતી અને અમૂલ્ય મત આપવાના અધિકારનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text