મોરબી : ઓનલાઇન અરજી કરવા ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની જિ. પં. પ્રમુખની માંગ

- text


વીસીઇની હડતાલને પગલે અનેક ખેડૂતો કૃષિ રાહત પેકેજથી વંચિત રહી જવાની ભીતિ સાથે કૃષિમંત્રીને રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં વીસીઇ અને વીએલઇની હડતાલને પગલે અનેક ખેડૂતો કૃષિ રાહત પેકેજના લાભથી વંચિત રહી જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. જેને પગલે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કૃષિમંત્રીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા રજુઆત કરી છે.

- text

જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ કૃષિમંત્રી આર.સી.ફળદુને રજુઆત કરી છે કે મોરબી જિલ્લાના 1,45,528 ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ માટે ઓનલાઇન અરજી કરવાની થતી હોય પરંતુ વીસીઇ, વીએલઇ, ટીએલઇ અને ગ્રામસેવકો હડતાલ ઉપર હોય ખેડૂતોને અરજી કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી કોઈ ખેડૂત કૃષિ રાહત પેકેજથી વંચિત ન રહે.

- text