હડમતીયા નજીક પેટ્રોપ પંપના માલિકને માર મારીને કાર અને રોકડની લૂંટનો ભેદ ઉકેલાયો : ત્રણની ધરપકડ

- text


ટંકારાના હડમતીયા પાસે થોડા દિવસો પેહલા કાર અને રોકડની ધાડ કરનાર છ પૈકી ત્રણ શખ્સો ઝડપાયા : રાજકોટ બાયપાસથી બાઈક ચોરી કરીને ટંકારા લતીપર ચોકડી તરફ આવતા ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

ટંકારા : ટંકારાના હડમતીયા નજીક પેટ્રોપ પંપના માલિકને માર મારીને કાર અને રોકડની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં ટંકારાના હડમતીયા ગામ પાસે થોડા દિવસો અગાઉ છ શખ્સોએ પેટ્રોપ પંપના માલિકને માર મારીને તેની કાર અને રૂ.10 હજારની ધાડ પાડીને ફરાર થયેલા છ શખ્સો પૈકીના ત્રણ શખ્સો રાજકોટ બાયપાસ પાસેથી ચોરાઉ મોટર સાયકલ પર ટંકારાના લતીપર ચોકડી તરફ આવતા હોવાની બાતમીના આધારે એલસીબીએ આ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

- text

ટંકારા નજીક થયેલી ધાડના બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે , થોડા સમય પહેલા ટંકારાના હડમતીયા નજીક ધાડ પાડું ગેંગ ત્રાટકી હતી.જેમાં હડમતીયા ગામ પાસે પેટ્રોપ પંપ નજીક અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પંપના માલિકને માર મારી તેમની આઈ ટેન કાર અને રૂ.10 હજારની ધાડ પાડીને ફરાર થઈ ગયા હતા. આથી આ ધાડના બનાવની ફરિયાદ નોંધાતા એસપીએ એલસીબીને ધાડનો ગુનો ડિટેકટ કરવાની સૂચના આપી હતી. જેના પગલે એલસીબીની ટિમ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જેમાં આજે એલસીબીને ચોકસસ બાતમી મળી હતી કે,આ ધાડના ગુનાના છ પૈકીના ત્રણ આરોપીઓ અગાઉ ધાડ પહેલા રાજકોટ બાયપાસ પાસે આવેલ સોસાયટીમાં એક બાઇકની ચોરી કરી હોય એ ચોરાઉ બાઈક પર ટંકારાના લતીપર ચોકડી તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. આથી એલસીબી વોચ ગોઠવીને આરોપીઓ દિતિયાભાઈ રેમસિંગભાઈ પલાસિયા ઉ.વ.30, ગિરધર રેમસિંગભાઈ પલાસિયા ઉ.વ.33 અને ભાવસિંગ રેમસિંગભાઈ પલાસિયા (ઉ.વ.25 રહે હાલ રહે ત્રણેય ટંકારાના ટોળ ગામે) ને ચોરાઉ બાઈક અને રૂ.7,500 રોકડા સાથે ઝડપી.લીધા હતા. જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓ સુનિલ.કનિયા ભુરિયા ,પિન્ટુ રીછું ભેંડા, સહાદર તરીકેની.ઓળખ મળી છે. હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text