મોરબી : પીકઅપ વાનના હપ્તા ભરવા દંપતી ગટરના ઢાંકણાની ચોરી કરતા’તા

- text


મોરબીમાં શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરીની ઘટનાના cctv સામે આવ્યા બાદ ચોર દંપતી ઝડપાયુ, એક ફરાર

મોરબી : મોરબીના શનાળા રોડ પર અલગ અલગ છ સ્થળેથી ગટરના ઢાંકણાની ચોરી થઇ હતી. જેમાંથી એક ઘટનામાં તસ્કરો ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે. જે ફુટેઝ જાહેર થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને અજાણ્યાં શખ્સો વિરૂદ્ધ રૂ.12 હજારની કિંમતના 6 ઢાકણ ચોરી થયાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચોરી કરનાર મહિલા અને પતિને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેઓએ હપ્તાથી પિક અપવાન લીધી હતી. જેના હપ્તા ભરવા માટે આ ઢાકણ ચોરી કરી ભંગારમાં વેચી જે દેતા હતા. આમ વાનના હપ્તા ભરાઈ અને જાય તે માટે ચોરીના રવાડે ચઢ્યા હતા.પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

- text

મોરબીના શનાળા રોડ પર અલગ અલગ 6 જગ્યાએ ગટર ઉપર પાલિકા દ્વારા મુકવામા આવેલી લોખંડની ગ્રીલ ચોરી થઈ હતી.આ પૈકી ચોરી કરનારા સત્યમ પાન પાસેની શેરી સામેના સીસીટીવી ફૂટેઝમાં.કેદ થઈ ગયા હતા. ભૂગર્ભ ગટરના લોખંડના ઢાંકણાની ચોરીની એક ઘટના ચોરી કરવા આવેલા તસ્કરો વાહન લઈને આવેલ હતા. આ ચોરીનો બનાવ CCTV કેમેરામાં કેદ થઇ ગયો છે. ફૂટેજ જાહેર થયા બાદ પાલિકા તંત્ર સક્રિય બન્યું હતું અને પોલીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂ.12,000ની કિંમતની 6 ગ્રીલ ચોરી થયાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે એ ડિવિઝન પોલીસના પી.આઈ. જે.એમ આલ અને સહિતના પોલીસે સ્ટાફ તપાસ કરી ચોરી કરનાર પિન્ટુ કમાભાઈ મેથાણીયા તેના પત્ની ગીતાબેન પિન્ટુભાઈને ઝડપી લીધા હતા. બન્નેનીં પૂછપરછ કરતા તેઓ ધ્રાંગધ્રાના વતની હોય અને હાલ મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં સેવા સદન બહાર ઝુંપડામાં રહે છે. 7 મહીના પહેલા એક જૂનું પિક અપ વાહન ખરીદ્યું હતું. જેના હપ્તા ભરવા આજ દિન સુધીમાં 6 જેટલા ઢાંકણ ચોરી કરી અને ભંગારના ડેલાવાળા મુસાભાઈ અલીભાઇ કુરેશીને રૂ 12000માં વેચી દીધાની કબૂલાત આપી હતી. પોલીસે ભંગાર ડેલા વાળા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે દંપતિ વિરુદ્ધ ગુન્હો નોંધી પિક અપ વાન અને 6 ગ્રીલ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ વી.કે ગોંડલિયા ચલાવી રહ્યા છે.

- text