મોરબી: જિલ્લામાં મામલતદારની ખૂટતી જગ્યા ભરવા માંગણી

- text


 

મોરબી : મોરબી શહેરની મધ્યમાં તાજેતરમાં સીટી મામલતદારની ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.પરંતુ ખાટલે મોટી ખોટ છે.ત્યાં સેટઅપ પ્રમાણે સ્ટાફ ન હોવાને કારણે લોકોના કામ થતા નથી હાલમાં તે કચેરીમાં આવક – જાતિના દાખલા કાઢી આપવાની કામગીરી કરે છે જે મહત્વની કામગીરી પુરવઠાની છે જેમ કે રેશનકાર્ડમાં નામ ઉમેરો, ઘટાડો, સુધારા વધારા,નવું કાર્ડ તથા વિભાજન કામગીરી તથા ઘઉં ચોખાના ફોર્મ જેવી કામગીરી માટે પ્રજાને લાલબાગ સેવા-સદન ખાતે રીક્ષા ભાડા ખર્ચીને જવું પડે છે.પરંતુ આ કચેરી ખોલવાનો જે હેતુ હતો તે સાર્થક થયેલ નથી. જેથી પ્રજાએ પારાવાર મુશેકલીનો સામનો કરવો પડે છે. આ સાથે હળવદ તથા ટંકારા ખાતે પણ જે મામલતદાર ની ખાલી જગ્યાએ જે ઇન્ચાર્જ તરીકે છે તેની જગ્યાએ ભરતી કરી કાયમી કરવામાં આવે તેવી નાગરીક પુરવઠા શાખાના સલાહકાર પી.પી.જોષીએ મહેસુલ મંત્રી સમક્ષ રૂબરૂ રજુઆત કરેલ છે.જે બાબતે યોગ્ય થાય તેવી મંગણી કરેલ છે.

- text