ચકમપર ગામના યુવકની SSIP અંતર્ગત આર્થિક પ્રોત્સાહન માટે પસંદગી

- text


મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામના લુહાર જ્ઞાતિના યુવકની ગુજરાત સરકારની SSIPમાં આર્થીક પ્રોત્સાહન માટે પસંદગી થઈ છે.

SSIP (Student Start-up and Innovation Policy) ગુજરાત સરકાર દ્વારા ઈનોવેશન કરવા ઇચ્છતા યુવાને પ્રોત્સાહન આપે છે. જે યુવાનના વિચારને હકીકતમા બદલવા, તે ઇનોવેશન માટે Prototype અને જરૂરી પ્રયોગો કરવા માટે રૂ. ૨ લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. અને આ સહાય માટે અલગ અલગ માપદંડ દ્વારા વિદ્યાર્થીના ઇનોવેશનને પસંદ કરવામાં આવે છે અને તેને સહાય આપવામાં આવે છે.

- text

જેમાં ચકમપર ગામના લુહાર સમાજના મિતેષ જયેશભાઈ મારૂ એ થોડા સમય પહેલા કરેલા આવિષ્કાર “ઓટોમેટિક ફલશિંગ સિસ્ટમ”ની પસંદગી થયેલ છે. અને શરૂઆતી પ્રયોગ માટે ૨૦,૦૦૦ રૂ. અપ્રોવ પણ થઈ ગયા છે. જેને આગામી સમયમાં મિતેષ તેના આવિષ્કારને વધુ મોટુ સ્વરૂપ આપી શકે અને મેક ઇન ઇન્ડિયામાં પોતાનું યોગદાન આપી શકે છે. આ આવિષ્કારની પેટન્ટ પણ મિતેષએ કરાવી છે. મિતેષ હાલ વિદ્યાનગરની જીસેટ કોલેજમાં બીજા વર્ષમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text