મોરબી જિલ્લામાં 26મીએ પ્રથમવાર ઇ-લોક અદાલત યોજાશે

- text


વકીલો અને પક્ષકારોને કેસ અપલોડ કરવા અપીલ

મોરબી : દુનિયાભરમાં કોરોના મહામારીએ લોકોને પોતાની ઝપટમાં લઇ લેતા જનજીવન અને તમામ ક્ષેત્રમાં કામગીરીમાં અસર પહોંચી છે. લોકો અને સરકારી વિભાગ લોકો.સાથે સીધા સંપર્કમાં આવવાને બદલે ઓનલાઇન માધ્યમથી કામગીરી કરી રહ્યા છે. આવા સમયે અદાલતમાં કાર્યવાહીમાં બદલાવ આવ્યો છે. લોકોને ત્વરીત ન્યાય મળે તે માટે અવાર-નવાર લોક અદાલત યોજાતી હોય છે. જો કે અગાઉ જે બન્ને પક્ષકાર અને તેમના વકીલ સહિતના મોટી સંખ્યામાં લોકોની અવરજવર વચ્ચે કેસની કાર્યવાહી થતી હતી. હવે તે માટે ઇ-લોક અદાલતના આયોજન થવા જઈ રહ્યા છે.

મોરબી જિલ્લામાં પ્રથમ ઇ-લોક અદાલત આગામી તા. 26મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેમાં પક્ષકારો અને વકીલોને કેસ અપલોડ કરવા અનુરોધ કરાયો છે. જિલ્લા કાનૂન સેવા સતા મંડળના જણાવ્યા મુજબ લોક અદાલતમાં ફોજદારી, સમાધાન લાયક, ચેક રીટર્ન, બેન્ક લેણા, વાહન અકસ્માત, વળતર કેસ,વીજ અને પાણીને લગતા બીલના કેસ, રેવન્યુ અને દીવાની સહિતના સમાધાન લાયક કેસ હાથમાં લેવાશે. પક્ષકારો તેમના વકીલ થકી કોર્ટનો સંપર્ક સાધી કેસ ઇ-લોક અદાલતમાં મુકવાની કાર્યવાહી કરી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text