મોરબી GETCOએ ઇલેક્ટ્રિક પોલમાં ફસાયેલ કાગડાને નવજીવન આપ્યું

- text


મોરબી : મોરબીમાં મચ્છુ નદીના કાંઠે અમરેલી ગામ પાસે આવેલ 66 kv ના એક ઇલેક્ટ્રિક પોલમાં આશરે 100 ફૂટ ઉપર કાગડો કોઈ કારણોસર ફસાઈ ગયો હતો. આ બનાવની જાણ કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટિમને થતા કેન્દ્રએ મોરબી GETCOના ડેપ્યુટી એન્જિનર કિરણભાઈ કારોલિયાને જાણ કરી હતી. કિરણભાઈએ તાત્કાલિક એમના સ્ટાફને ઘટનાસ્થળે મોકલ્યો હતો. સ્ટાફે જીવના જોખમે 66 kvના વિજપોલ ઉપર ચડી આ લાચાર પક્ષીનો જીવ બચાવ્યો હતો. આ રેસ્કીયુમાં ડેપ્યુટી એન્જિનિયર કિરણભાઈ કારોલીયા, જુનિયર એન્જિનિયર જયભાઈ છત્રોલા તેમજ સ્ટાફના ભરતભાઈ રાઠવા, રમણભાઈ ભગોરા અને વિનોદભાઈ સટોલાની મુખ્ય ભૂમિકા રહી હતી. આમ, GETCOના સ્ટાફે લુપ્ત થવાના આરે આવેલ પક્ષીઓ પૈકીના કાગડાનો જીવ બચાવ્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

 

- text