મોરબીમાં વોટ્સએપથી વર્લી ફીચરના આંકડા લેતો શખ્સ પકકડાયો

- text


મોરબી : મોરબી એલ.સી.બી. સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૨૧ ના રોજ મોરબી ગેંડા સર્કલ પાસે શકિત મેડીકલ દુકાન સામે વોટસએપથી કલ્યાણ, મિલન, ટાઇમ બજારના વર્લી ફીચરના આંકડા લેતો શખ્સ મહમદઉમર રફીકભાઇ કચ્છીને ઝડપી.લીધો હતો.

આ બનાવ અંગે પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોતાની આઇ.ટવેન્ટી ગાડી નંબર-GJ-36-L-7865માં બેસી બીજા આરોપી સૈફાન સફીભાઇ ફ્રુટવાળા (રહે.વડોદરા) સાથે મોબાઇલ ફોન ઉપર વોટસએપ એપ્લીકેશન દ્વારા કલ્યાણ, મિલન તથા ટાઇમ બજારના વર્લી ફીચરના આંકડાઓનો પૈસાની હાર જીતનો જુગાર રમતા મળી આવતા આ આરોપીને કાર તથા રોકડા રૂપીયા ૭૮૦૦ મળી કુલ રૂ. ૩,૧૨,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text