મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા વર્ષ 2020-’21ના હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી ઇન્ડિયન લાયન્સ કલબના વર્ષ ૨૦૨૦/૨૧ ના હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ ગત રવિવારના રોજ યોજાયો હતો. જેમાં નેશનલ વાઇસ ચેરમેન ઇ.લા.અક્ષયભાઈ ઠક્કર દ્વારા નવી ટીમને શપથ લેવડાવ્યા હતા.

નવા વર્ષમાં પ્રમુખ તરીકે ફરી વખત વર્તમાન પ્રમુખ ભાવેશભાઈ દોશી અને સેક્રેટરી તરીકે હર્ષદભાઈ ગામીએ શપથ લીધા તેમજ ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ જોશી અને પ્રદીપભાઈ મહેતા અને ખજાનચી તરીકે ધીરુભાઈ રામાનુજ તેમજ જોઈન્ટ સે. દિલીપભાઈ રવેશિયાએ શપથ લીધા હતા..આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ટી. ડી. પટેલ, ગીરીશભાઈ સરૈયા, નવીનભાઈ મહેતા, ભાવેશભાઈ શાહ ઉપસ્થિત રહીને ગત વર્ષમાં થયેલ કામગીરીને તેમજ ૩૫ જેટલા પ્રોજેક્ટોને બિરદાવેલ હતા. અને હવે પછી કલબને જ્યારે પણ જરૂરી હોય ત્યાં સહકાર આપવા ખાત્રી આપી હતી. તેમજ કાર્યક્રમ દરમ્યાન ફ્રીમાં માસ્ક વિતરણ પણ કરાયું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text