મોરબીના પાડા પુલ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

 

મોરબી : મોરબીના પાડા પુલ નજીકથી સાંજના સમયે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી સિવિલ હોસ્પિટલમાં પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધનું મોત બીમારીના કારણે થયા હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. બનાવની જાણ થતા મોરબી સીટી બી ડિવિઝનની ટિમ સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતકે વાદળી રંગનું પેન્ટ અને ચેકસવાળું શર્ટ અને કાળા રંગના બુટ પહેર્યા હતા હાથમાં હિન્દીમાં સંજય જાદવ લખાવેલું હોવાથી પરપ્રાંતીય હોવાની શંકા સેવાઈ રહી છે. આ અંગે બી ડિવિઝન પોલીસે એડી નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.