30 ઓગસ્ટ : મોરબીમાં બપોરે 2 થી 4માં વધુ 2.5 ઇંચ, આજનો કુલ 5.5 ઇંચ વરસાદ

- text


મોરબી શહેર પાણીમાં ગરકાવ : રસ્તાઓ બન્યા નદીના વહેણ : ઠેર ઠેર પાણી ભરાયા

મોરબી : મોરબીમાં આજે 30 ઓગસ્ટ, રવિવારથી મેઘરાજાની સવારી ચાલુ છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સરકારી કચેરીના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. ત્યાર બાદ બપોરે 2 થી સાંજના 4 વાગ્યા સુધીમાં વધુ 62 mm(2.5 ઇંચ વરસાદ) નોંધાયો છે. આ સાથે મોરબીનો આજનો કુલ વરસાદ સાંજના 4 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ થઈ ગયો છે.

મોરબી શહેરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અને લોકોને ફરીથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના માધાપર, મહેન્દ્રપરા, વજેપર, વાવાડીરોડ સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જવાની ફરિયાદો ઉઠી છે. મોરબીમાં ચાલુ વર્ષે ભારે વરસાદથી નીચાંણ વાળા વિસ્તારોની અને શહેરમાં પાણીના નીકાલો પર દબાણોના કારણે આ વર્ષે જલ ભરાવની સમસ્યાઓ વધી છે.

મોરબી જિલ્લામાં આજે 30 ઓગસ્ટ, રવિવારે બપોરે 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : 62 mm
વાંકાનેર : 04 mm
હળવદ : 03 mm
ટંકારા : 10 mm
માળીયા : 29 mm

મોરબી જિલ્લામાં આજે 30 ઓગસ્ટ, રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : 137 mm
વાંકાનેર : 06 mm
હળવદ : 09 mm
ટંકારા : 11 mm
માળીયા : 29 mm

- text

નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.

- text