30 ઓગસ્ટ(4.30pm) : મચ્છુ-2 ડેમના 8 દરવાજા 6 ફૂટ ખોલાયા

- text


ડેમમાંથી 30 હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોરબી : મોરબી પંથકમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે મોરબી જિલ્લામાં સૌથી મોટા મચ્છુ-2 ડેમમાં પાણીની ધીંગી આવક નોંધાતા હાલ ડેમના 8 દરવાજા 6 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે.

30 ઓગસ્ટ રવિવારે સાંજે 4.30 કલાકે મચ્છુ 2 ડેમ ને અગાવથી જ ઓવરફ્લો થઈ ગયો છે તેમાં 30,900 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમ સત્તા વાળાઓએ હાલ સાંજે 4.30 કલાકે મચ્છુ-2 ડેમના 8 દરવાજા 6 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. અને હાલ ડેમમાં પાણીની આવક મુજબ જ ડેમમાંથી 30,900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text