30 ઓગસ્ટ : મોરબીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ

- text


મોરબીમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 1182 mm થયો

મોરબી : મોરબીમાં આજે 30 ઓગસ્ટ, રવિવારથી મેઘરાજાની સવારી ચાલુ છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સરકારી કચેરીના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડી ગયો છે.

મોરબીમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 17 mm વરસાદ પડ્યા બાદ બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અને જેથી સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં કુલ 75 mm (ત્રણ ઇંચ) વરસાદ નોંધાયો છે. જોકે બપોરે 2 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ મોરબી શહેરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અને લોકોને ફરીથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના માધાપર, મહેન્દ્રપરા, વજેપર, વાવાડીરોડ સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જવાની ફરિયાદો ઉઠી છે. મોરબીમાં ચાલુ વર્ષે ભારે વરસાદથી નીચાંણ વાળા વિસ્તારોની અને શહેરમાં પાણીના નીકાલો પર દબાણોના કારણે આ વર્ષે જલ ભરાવની સમસ્યાઓ વધી છે.

- text

મોરબી જિલ્લામાં આજે 30 ઓગસ્ટ, રવિવારે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : 75 mm
વાંકાનેર : 02 mm
હળવદ : 06 mm
ટંકારા : 01 mm
માળીયા : 00 mm

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા કુલ વરસાદની વિગત

મોરબી : 1182 mm
વાંકાનેર : 916 mm
હળવદ : 637 mm
ટંકારા : 1207 mm
માળીયા : 615 mm

નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.

- text