ટંકારા : ભારે વરસાદમાં ફરજ નિભાવનાર PGVCLના કર્મીને જાગૃત નાગરિકે મોબાઈલ ભેટમાં આપ્યો

- text


ટંકારા : ટંકારા પંથકમાં એકધારા પડેલ અતિભારે વરસાદમાં પીજીવીસીએલના કર્મચારીનો મોબાઈલ પાણીમાં ગરકાવ થઈ જતા લાઈન આસિસ્ટન્ટ હેલ્પર વી. એસ. બોરીચાની પ્રસંશનીય કામગીરીને ધ્યાનમાં લઈ નવા મોબાઈલની ભેટ આપી નવાજવામાં આવ્યા છે.

ટંકારા તાલુકામાં અતિભારે પડેલ વરસાદમાં સતત ફરજ પર ખડેપગે રહી ફરજ અદા કરનાર પીજીવીસીએલના કર્મચારી વી. એસ. બોરીચા તેમજ યુ. એમ. જાડેજાની પ્રશંસનિય કામગીરી કરી છે. વહેલી સવારે લજાઈ ચોકડી પાસે એક કેબલ તુટતા તાત્કાલિક પીજીવીસીએલના કર્મચારી વી. એસ. બોરીચા સ્થળ પર ભારે વરસાદમાં વીજપોલ પર ચડી પોતાની ફરજ અદા કરી રહ્યા હતા. આ દ્રશ્ય જયારે હડમતિયા ગામના અરવિંદભાઈ કામરીયા નજરે નિહાળતા જોઈ જતા કર્મચારીનું નામ પુછતાની સાથે જ PGVCL કર્મચારી વી. એસ. બોરીચાની પીઠ થાબડી હતી અને તેમના નંબર માંગ્યા હતા.

- text

આજ રોજ આ લાઈન આસિસ્ટન હેલ્પર કર્મચારીને ફોન કરી ઘેર બોલાવી તેમની આ પ્રશંસનિય કામગીરીથી ખુશ થઈ મોબાઈલની સપ્રેમ ભેટ આપી હતી. વી. એસ. બોરીચા અને યુ. એમ.જાડેજા ટંકારાના લજાઈ, હડમતિયા, નશીતપર, ઘ્રુવનગર, વિરપરના લજાઈ ફિડરના જયોતિગ્રામ તેમજ વાડી વિસ્તારના લાઈન આસિસ્ટન હેલ્પર છે. આમ, આવી આપતિકાળમાં બંને સરકારી કર્મચારીઓ ને નવાજવાથી તેમનામાં કામ કરવાનો જુસ્સો અને સન્માનની ભાવના ડબલ થઈ જાય છે. આ હેતુથી અરવિંદભાઈ કામરીયાએ મોબાઈલ આપી તેમની પ્રશંસનિય કામગીરીને બિરદાવી હતી.

- text