પીઆઈ બી. પી. સોનારાની ફરી મોરબી ખાતે બદલી

- text


મોરબી : ભૂતકાળમાં મોરબી જિલ્લામાં પીઆઈ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા બી. પી. સોનારાની ફરી મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. તેઓ હાલ ગાંધીનગર ખાતે SCRBમાં ફરજ બજાવે છે. આજે તા. 29ના રોજ રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા તેમની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. આથી, તેઓ હવે મોરબી જિલ્લામાં બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવશે.

- text