મોરબી : મચ્છુ નદીમાં તણાયેલા યુવાનની લાશ મળી આવી

- text


ફાયર બીગ્રેડ અને એનડીઆરએફની ટીમે ભારે જહેમતના અંતે ઝૂલતાપૂલ પુલ નીચે નદીમાં તણાયને આવેલા યુવાનની લાશ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર પસાર થતી મચ્છુ નદીમાં ગઈકાલે ત્રણ યુવાનો ન્હાવા પડ્યા બાદ સામાકાંઠે નદીમાં તરતા તરતા જઈને પરત આવતી વખતે થાકી જતા એક યુવાન નદીમાં ડૂબી ગયો હતો. જ્યારે અન્ય બે યુવાનો નદીમાંથી હેમખેમ બહાર નીકળી જતા બન્નેનો બચાવ થયો હતો.ત્યારે ફાયર બીગ્રેડ અને એનડીઆરએફની ટીમે ભારે જહેમતના અંતે ઝૂલતાપૂલ પુલ નીચે નદીમાં તણાયને આવેલા યુવાનની લાશ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

- text

મોરબી ફાયર બ્રિગ્રેડના સૂત્રો પાસેથી મળતી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ શિવદયાલ શાહ ઉ વ.26 નામનો યુવાન તેના બે અન્ય મિત્રો સાથે ગઈકાલે મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાનથી આગળ આવેલ ફિલ્ટર પ્લાન્ટ પાસે વહેતી મચ્છુ નદીમાં ન્હાવા પડ્યા હતા એ ત્રણેય યુવાનો નદીમાં તરત તરત છેક સામાકાંઠે ગયા હતા અને ત્યાંથી ફરી મચ્છુ નદીમાં તરતા તરતા ત્રણેય યુવાનો પરત આવી રહ્યા હતા.પણ હાલ મચ્છુ ડેમ ઓવરફ્લો હોય અને મચ્છુ નદીમાં સતત પાણી છોડતા પાણીના તેજ પ્રવાહને કારણે આ ત્રણેય યુવાનો તરતા તરતા થાકી ગયા હતા આથી વિષ્ણુ નામનો યુવાન સામાકાંઠેથી રિર્ટન આવતી વખતે નદીમાં ગરકાવ થઈ ગયો હતો.જ્યારે અન્ય બે યુવાનોનો જીવ બચી ગયો હતો

મચ્છુ નદીના યુવાન ડૂબી ગયો હોવાની જાણ થતાં મોરબી ફાયર વિભાગના વિનય ભટ્ટ સહિતનો સ્ટાફ નદી પાસે દોડી ગયો હતો અને આ યુવાન નદીમાં તણાયને ઝૂલતાપૂલ નીચે પાણીના પ્રવાહમાં હોવાની શક્યતાના આધારે ફાયર બ્રિગ્રેડ અને એનડીઆરએફની ટીમે બોટ લઈને શોધખોળ કરીને ભારે જહેમતના અંતે યુવાનની લાશ નદીમાંથી બહાર કાઢી હતી અને પોલીસે યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

- text