મોરબીના સીરામીક ઝોન પીપળી રોડ ઉપર ટ્રાફિકજામ, અનેક વાહનો અટવાયા

- text


ભારે વરસાદથી રોડનું ધોવાણ થતા ટ્રાફિક જામ સર્જાયો

મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી રોડ ઉપર આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો.બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે પીપળી રોડની ખરાબ હાલત થઈ ગઈ છે.આ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે ખાડાઓને કારણે વાહનો કથ્થક નૃત્ય કરવા લાગ્યા છે. ખાડાઓના કારણે વાહન વ્યવહાર પર માઠી અસર સર્જાય હતી અનેક એકદમ કાચબા ગતિએ વાહન વ્યવહાર ચાલતા ટ્રાફિકનો.મેળો જામ્યો હોય એ રીતે ટ્રાફિકજામ સર્જાયો હતો.જેથી અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા હતા આથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

- text