નવા જાંબુડિયા પાસે ડમ્પર હડફેટે બાઇક સવારના મોતની ઘટનામાં ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : તાલુકાના નવા જાંબુડિયાના પાટિયા પાસે એક ડમ્પર ચાલક પુરપાટ ઝડપે ડમ્પર ચલાવી બાઇક સવાર યુવાનનું મોત નિપજાવી સ્થળ પર ડમ્પર મૂકી નાસી જતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ આદરી છે.

- text

મોરબી-વાંકાનેર રોડ પર નવા જાંબુડિયાના પાટિયા પાસે દશામાંના મંદિર સામે ડમ્પર નંબર GJ- 12-AU-7401ના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઈથી ડમ્પર ચલાવતા બાઇક સવાર 36 વર્ષીય હાર્દિકભાઈ જ્યેન્દ્રભાઈ વૈદ્યને હડફેટે લેતા બાઇક ચાલકના માથા-મોં પર ડમ્પરના તોતિંગ વ્હિલ ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ ક્રુશાંતભાઈએ અકસ્માત સર્જી ઉક્ત નંબરના નાસી છૂટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પો.મથકમાં ગુન્હો દાખલ કરાવતા પોલીસે નાસી છૂટેલા ડમ્પર ચાલકની શોધખોળ આદરી છે. મૃતક નવું જ બાઇક કે જેનો હજુ રજીસ્ટર નંબર ઇસ્યુ થયો નથી એ લઈને ડિલિવરી કરવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ કાળ આંબી જતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

- text