મોરબી શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ફૂડપેકેટનું વિતરણ કરાયું

- text


મોરબી : ગઈકાલે પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિતે મોરબી શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ફુડપેકેટનું વિતરણ કરવામા આવ્યુ હતું.

- text

ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે મોરબી શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા શહેરના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લઈ ત્યાંના બાળકોને ફુડપેકેટ અર્પણ કરવામા આવ્યા હતા. આ તકે મોરબી શહેર કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ ચિરાગભાઈ રાચ્છ સહીતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text