જાણો… મોરબી જિલ્લામાં આગામી 4 દિવસ સુધી વરસાદ અંગે આગાહીની વિગત

- text


મોરબી : રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા ગઈકાલે તા. 20 થી 24 સુધી ઝોન વાઈઝ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં આજે તા. 21ના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ આવતીકાલે તા. 22ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉપરાંત, તા. 23ના રોજ પણ અતિ ભારે વરસાદ તથા તા. 24ના રોજ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- text