મોરબી શનાળા બાયપાસ પાસે ટ્રાફિક જામ

મોરબી : મોરબી શનાળા બાયપાસ પાસે શનાળાથી મોરબી તરફ આવતા રોડ પર સવારે છેલ્લા એક કલાકથી વધુ સમયથી ટ્રાફિક જામ છે. જેના લીધે બાઈક, કાર, ટ્રક સહીત નાના-મોટા અનેક વાહનોની કતાર લાગી છે. અત્યારે સવારે નવ વાગ્યા પહેલાથી ટ્રાફિક જામ છે. આથી, રોજગાર-ધંધા પર જવા નીકળેલા વાહનચાલકો અટવાયા છે. તેમજ એક કલાકથી વધુ સમય થયો હોવા છતાં ટ્રાફિક જામ ઓછો ના થવાના કારણે લોકો અકળામણ અનુભવી રહ્યા છે.