ગારીડા ગામ નજીક પસાર થતા ટ્રકમાં આગ લાગી

- text


સદનસીબે જાનહાનિ થઇ નથી

વાંકાનેર : આજે તા. 31ના રોજ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગી હતી. સદનસીબે જાનહાનિ થઇ ન હોવાના અહેવાલ છે.

આજે સવારે ટ્રક નંબર GJ-03-BV-7596 વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ જઈ રહ્યો હતો. ત્યારે વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પર અજાણ્યા કારણસર ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં નેશનલ હાઈવેની પેટ્રોલીંગ ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ થઇ નથી.

- text

- text