વાંકાનેર તાલુકા, રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાના દારૂના ગુનામાં અઢી વર્ષથી નાસતા ત્રણ ઝબ્બે

- text


પોલીસ દ્વારા આરોપીઓના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રોહીબીશનના ગુના હેઠળ છેલ્લા બે વર્ષ તથા આઠ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

વાંકાનેર પોલીસ સ્ટેશનના હેઠળ સર્વેલન્સ ટીમ કાર્યરત હોય, તે દરમ્યાન સ્ટાફને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ મનસુખભાઇ બાવકુભાઇ ગણંદીયા (ઉ.વ. 34, રહે. રાજકોટ, સંત કબીર રોડ, માર્કેટ યાર્ડની સામે, આંબાવાડી), ભરતભાઇ ઉર્ફે બંગડી સવજીભાઇ સોરાણી (ઉ.વ. 28, રહે. રાજકોટ, સંત કબીર રોડ, કનકનગર) તથા જયંતિ રાઘવભાઇ ચૌહાણ (ઉ.વ.29, રહે. ચીરોડા, તા.ચોટીલા, જી. સુરેન્દ્રનગર)ને રાજકોટ-અમદાવાદ હાઇવે રોડ, ચામુડા પાન એન્ડ કોલ્ડડ્રીકસ નજીક આવેલ નાલા નીચેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

- text

આરોપીઓનો કોરોનો ટેસ્ટ કરાવી ગઈકાલે તા. 26ના રોજ પ્રોહીબીશનના ગુના બદલ ધરપકડ કરેલ છે. અને આરોપીઓના રીમાન્ડ મેળવવા આગળની તપાસ કરવા તજવીજ હાથ ધરેલ છે. આ આરોપીઓની પુછપરછ કરતા રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાના ગુનામાં પણ નાસતા ફરતા હોવાની કબુલાત આપેલ છે. આરોપી મનસુખભાઇ સુરેન્દ્રનગર, ચોટીલા પોલીસ સ્ટેશન, આરોપી ભરતભાઇ રાજકોટ સીટી, આજી ડેમ પોલીસ સ્ટેશન અને કુવાડવા પોલીસ સ્ટેશન તથા આરોપી જયંતિભાઈ રાજકોટ સીટી, આજી ડેમ પોલીસ સ્ટેશન, રાજકોટ સીટી ડી.સી.બી. પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ છે.

- text