મોરબી : સામાન્ય બાબતે કારમાં તોડફોડ કરી યુવકને ધમકી આપી

- text


ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ખડીયાવાસ પાસેના પ્લોટમાં પડેલી રીક્ષા હટાવવા મામલે ત્રણ શખ્સો રીક્ષા ચાલકને ધમકી આપી એક કારમાં તોડફોડ કરી નુકશાન કર્યાનો મામલો સામે આવ્યો છે. આ બનાવ અંગે રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભરતભાઇ વાસુરભાઇ જારીયા બોરીચા (ઉ.વ.૩૭, ધંધો.રીક્ષા ડ્રાયવિંગ રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ) એ જીગો જીલુભાઇ ગોગરા, ભરતભાઇ કાળુભાઇ ગોગરા (રહે.મોરબી લીલાપર રોડ બોરીચાવાસ), સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ ભરવાડ (રહે.મોરબી શનાળા લાયન્સનગર) વાળા સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવો હતી કે આરોપીઓને લીલાપર રોડ ઉપર આવેલ પ્લોટમાં કબ્જો કરવો હોય અને તે પ્લોટમાં ફરીયાદીની બંધ રીક્ષા પડેલ હોય જે લઇ લેવાનુ કહી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને લોખંડના પાઇપનો ઘા કરી આઇ.૨૦ કાર નં.જી.જે.૩૬-એલ.-૪૭૯૯ નો કાચ તોડી નુકસાન કર્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા એ ડિવિજન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text