મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો યુ-ટર્ન, સોમવારથી ઓનલાઇન શિક્ષણ પુનઃશરૂ કરવાની જાહેરાત

- text


 

મોરબી : ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચલક મહામંડળે યુ- ટર્ન મારીને આગામી સોમવારથી ઓનલાઇન શિક્ષણ આપવાનું પુનઃશરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે હવે મોરબીની ખાનગી શાળાઓ પણ સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની છે.

તાજેતરમાં ગુજરાત સરકારે ખાનગી શાળાઓને ફી વસૂલવા ઉપર પાબંધી મુકવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્ણયને કારણે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ નારાજ થયું હતું અને વહીવટી કામગીરી બંધ કરી ઓનલાઇન શિક્ષણ ન આપવાની જાહેરાત કરી હતી. જો કે આ જાહેરાતને પગલે રાજ્ય સરકારે પોતે ઓનલાઇન શિક્ષણ આપવાનું જાહેર કર્યું હતું. બાદમાં આજે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે યુ-ટર્ન મારીને આગામી તા.27ને સોમવારથી ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાનું એલાન કર્યું છે.

- text

આ અંગે મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ જણાવ્યું કે સરકાર સામેની નારાજગી હજુ યથાવત જ છે. શાળાઓ વહીવટી કામગીરી બંધ જ રાખશે. હાઇકોર્ટમાં કેસ પણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેમજ વાલીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને મહામંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text