ગુરુવાર(2.30pm) : હળવદમા એક કેસ નોધાયો, મોરબી જિલ્લાના કુલ કેસ થયા 198

- text


મયુરનગર રોડ પર આવેલ માધાપર ચબુતરા પાસે રહેતા વૃદ્ધ કોરોનાથી થયા સંક્રમિત

હળવદ : હળવદમાં આજે ગુરેવારે વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં હળવદના મયુરનગર રોડ પર આવેલ માધાપર ચબુતરા પાસે રહેતા વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ કેસ 198 થઇ ગયા છે.

- text

હળવદના મયુરનગર રોડ પર આવેલ માધાપર ચબુતરા પાસે રહેતા 79 વર્ષના વૃદ્ધનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે તેમને કોરોનાના લક્ષણો દેખાતા રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સેમ્પલ લઈને રિપોર્ટ અર્થે અમદાવાદ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે હળવદમાં કોરોના પોઝીટીવનો આંકડો 17 પર પહોંચ્યો છે અને મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 198 કેસ થયા છે.

- text