મોરબી અપડેટ ઇમ્પેક્ટ : હળવદના રાણેકપર ગામે સસ્તા અનાજના પરવાનેદારની હકાલપટ્ટી

- text


સસ્તા અનાજના કૌભાંડકારીને હટાવવાની માંગ સાથે ગ્રામજનો આંદોલનને મોરબી અપડેટ વાચા આપ્યા બાદ તંત્રએ સરતા અનાજના પરવાનેદારને હટાવી દીધો

હળવદ : હળવદના રાણેકપર ગામે છેલ્લા 20 વર્ષથી સસ્તા અનાજનો પરવાનેદાર ગામલોકોને ઓછું અનાજ આપીને સસ્તા અનાજનું કૌભાંડ કરતો હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આજે સસ્તા અનાજના પરવાનેદારને હટાવી દેવા જંગ છેડયો હતો અને ગ્રામજનોએ આજે પ્રતીક ઉપવાસ આંદોલન ચલાવ્યું હતું. જેના પગલે મોરબી અપડેટ ગ્રામજનોની આ વેદનાને વાચા આપી લાઈવ ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો. તંત્રએ આ બાબતની ગંભીર નોંધ લઈને સસ્તા અનાજના પરવાનેદારની હકાલપટ્ટી કરી દીધી હતી.

હળવદ તાલુકાના રાણેકપર ગામના સરપંચ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમના ગામમાં છેલ્લા 20 વર્ષથી સસ્તા અનાજનો પરવાનેદાર ગ્રામજનોને મળવાપાત્ર સસ્તા અનાજનો જથ્થો ખૂબ જ ઓછો આપે છે અને અમુક ગ્રામજનોના નામ કાઢીને તમને રાશનથી વંચિત કરી દીધા છે. સસ્તા અનાજનો પરવાનેદાર છેલ્લા 20 વર્ષથી ગ્રામજનોને ઓછું અનાજ આપીને કૌભાંડ કરે છે. ગ્રામજનોને ઓછું અનાજ આપી તેમના ભાગનું બચેલુ અનાજ બરોબર વેચીને તગડી કમાઈ કરતો હતો. આથી, ગ્રામજનોએ સસ્તા અનાજના પરવાનેદારને હટાવી દેવા માટે તેની સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો હતો.

- text

ગ્રામજનોએ થોડા દિવસો અગાઉ સસ્તા અનાજની દુકાનને તાળાબંધી કરી દીધી હતી અને જ્યાં સુધી આ કૌભાંડકારીને હટાવવામાં નહિ આવે ત્યાં સુધી સસ્તા અનાજની દુકાને તાળાબંધી રાખવાની ચીમકી આપી હતી. આમ છતાં તંત્ર મચકના આપતા અંતે ગામના સરપંચની આગેવાનીમાં 500 થી વધુ ગ્રામજનોએ પોતાના ઘરે પ્રતીક ઉપવાસ આંદોલન ચલાવ્યું હતું આથી મોરબી અપડેટની ટીમ રાણેકપર ગામે પહોંચીને ગ્રામજનોની વેદનાને વાચા આપી આ પ્રીતક ઉપવાસ આંદોલનનો લાઈવ ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કર્યો હતો. તેથી, તંત્રે મોરબી અપડેટના લાઈવ ઇન્ટરવ્યૂની ગંભીર નોંધ લઈને તાત્કાલીક અસરથી રાણેકપર ગામના સસ્તા અનાજના પરવાનેદારની હાકલપટ્ટી કરી નાખી હતી અને તેની જગ્યાએ નવા સસ્તા અનાજના પરવાનેદારની નિમણુંક કરી છે.

- text