વાંકાનેર નગર પાલિકાના ઉપપ્રમુખ પદે જીતુભાઈ સોમણીની બિનહરીફ વરણી

- text


વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ રાજીનામુ આપતા ખાલી પડેલા ઉપપ્રમુખ પદ માટે આજે સામાન્ય સભામાં ઉપપ્રમુખની ચૂંટણી માટે સભા બોલાવવામાં આવી હતી.

જેમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી પાલિકાના તમામ સદસ્યોની હાજરીમાં ઉપપ્રમુખ પદ માટે ૧૫ મિનિટનો સમય આપવામાં આવેલ હતો. પરંતુ ઉમેદવારી પત્ર ભરવા માટે ઉપપ્રમુખના જગ્યા માટે ફક્ત ને ફક્ત એક જ જીતુભાઈ સોમાણીનું નામ આવતાં આ જગ્યા ઉપર એમને બિનહરીફ ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ છે

આ તકે નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, ઇન્દુભા જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ જાડેજા ધર્મેન્દ્રસિંહ, મહામંત્રી ગજેન્દ્રસિંહ, મહામંત્રી મેરૂભાઈ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ ચિરાગ સોલંકી હાજર રહ્યા હતા.

- text

- text