શુક્રવાર(5.30pm) : વાંકાનેર, ટંકારા અને હળવદમાં કોરોનાના નવા કેસ નોંધાયા

- text


આજ શુક્રવારના નવા 4 કેસ થયા, જિલ્લામાં કુલ કેસનો આંકડો 160 થયો

વાંકાનેર, ટંકારા, હળવદ (હરદેવસિંહ ઝાલા, જયેશ ભટ્ટાસણા, મેહુલ ભરવાડ) : મોરબી જિલ્લામાં સવારે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ સાંજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેર શહેરમાં એક અને ટંકારા તાલુકાના હીરાપર ગામે એક અને એક કેસ હળવદના જુના ધનાળા ગામે નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 160 થઈ ગયો છે.

મોરબી જિલ્લામાં સાંજે 5.30 વાગ્યે જાહેર થયેલા 3 કોરોના કેસની મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના દીવાનપરામાં રહેતા હરેશભાઇ પાટડીયા (ઉ.54)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે વાંકાનેર તાલુકામાં કોરોના કેસની સંખ્યા 21 થઈ ગઈ છે.

જ્યારે ટંકારા તાલુકાના હિરાપર ગામે રહેતા સાગર રતિલાલ સવસાણી (ઉ.24)નો કોરોના પોઝિટિવ આવ્યો છે. સાગર સિરામિક એકમમાં એકાઉન્ટન તરીકે કામ કરે છે. જેને કોરોનાના લક્ષણો દેખાતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં દેખાડતા નમુના લેવાયા હતા અને આજે સાંજે રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી ટંકારા તાલુકા મેડિકલ ટીમના ડો. આશિષ સરસાવડીયા, ડો. ભાસ્કર, હિતેશ પટેલ સહિત મેડિકલ ટીમ હિરાપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આજના આ કેસ સાથે ટંકારા તાલુકામાં કોરોનાના કુલ ૪ કેસ થઇ ગયા છે.

જ્યાંરે હળવદ તાલુકાના જુના ધનાળા ગામે વધુ એક કોરોના કેસ નોંધાયો છે. જેમાં ગામની સ્કૂલની બાજુમાં રહેતા ઝાલા અશ્વિનસિંહ અર્જુનસિંહ (ઉ.45)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે એકલા ધનાળા ગામમાં જ કોરોનાના કુલ 6 કેસ નોંધાઇ ચુક્યા છે.

મોરબી જિલ્લામાં શુક્રવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં કુલ ચાર નવા કેસ સાથે મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો 160 થઈ ગયો છે.

17 જુલાઈ, શુક્રવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત:

1) હળવદ શહેર, સરા રોડ, સિદ્ધનાથ સોસાયટી : યજુવેન્દ્રસિંહ જાડેજા (ઉ.37) (આમનું એડ્રેસ પહેલા મોરબીનું જાહેર થયું હતું પરંતુ તેઓ હળવદ રહેતા હોવાથી ત્યાં કન્ટેનમેન્ટ ઝોનની કાર્યવાહી કરાઈ છે)

- text

2) વાંકાનેર શહેર, દીવાનપરા : હરેશભાઇ પાટડીયા (ઉ.54)

3) ટંકારા તાલુકા, હિરાપર ગામ : સાગરભાઈ રતિલાલ સવસાણી (ઉ.24)

4) હળવદ તાલુકો, જુના ધનાળા ગામ : ઝાલા અશ્વિનસિંહ અર્જુનસિંહ (ઉ.45)


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text