હળવદ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂત પરિવારોને પ્રીમિયમ વગર રૂ. 13.50 લાખનો અકસ્માતનો વીમો ચુકવાયો

- text


ખેડૂતોને અકસ્માતનો વીમો ચુકવવાની સાથે એમબીબીએસનો અભ્યાસ કરતા ૫૪ છાત્રોને રૂ. ૧૦.૮૦ લાખની સ્કૉલરશીપ અપાઈ

હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડનું એક સોનેરી સૂત્ર છે કે ખુલ્લી હરરાજી, ખરો તોલ, રોકડા નાણા ચૂકવવા અર્થાત ખેડૂતોની જણસીની ખરીદીમાં પારદર્શીતા જાળવી જણસીનો સાચો તોલ કરીને કોઈપણ સંજોગોમાં ખેડૂતોને પાસેથી ખરીદેલી જણસીનું તાત્કાલિક વળતર ચૂકવવું. આમ ખેડૂતોનું હિત જ માર્કેટીંગ યાર્ડનો મુખ્ય ધ્યેય છે. તેમજ ખેડૂતોના હિતમાં માર્કેટીંગ યાર્ડ દ્વારા અસરકારક નિર્ણયો લેવામાં આવે છે.

હળવદના માર્કેટીંગ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારોને આર્થિક વળતર મળે, તે માટે સરહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હળવદ માર્કેટીંગ યાર્ડ દ્વારા વગર પ્રીમિયમે ખેડૂત પરિવારોને આર્થિક વળતર ચૂકવવાનું સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવે છે. જેમાં હળવદ પંથકના ખેડૂતો અકસ્માતનો ભોગ બન્યા હોય એવી આકસ્મિક ઘડીએ પાછળથી તેમના પરિવારના જીવન નિર્વાહ માટે પ્રીમિયમ વગર અને કોઈપણ લાંબી પ્રક્રિયા વગર સાવ સરળતાથી અકસ્માતનો વીમો ચૂકવામાં આવે છે.

- text

જેમાં વર્ષ ૨૦૧૯-૨૦માં અકસ્માતનો ભોગ બનનાર ખેડૂતોના પરિવારોને હળવદ માર્કેટીંગ યાર્ડ દ્વારા રૂ.૧૩.૫૦ લાખનો પ્રીમિયમ વગર વીમો ચુકવવામાં આવ્યો હતો. આ ઉપરાંત હળવદ પંથકમાં કોઈપણ સમાજના વિધાર્થીઓ એમબીબીએસ કરતા હોય પણ આગળ અભ્યાસમાં તેમની નબળી આર્થિક સ્થિતિ અવરોધરૂપ ન બને તે માટે તેમને એમબીબીએસના અભ્યાસમાં મદદરૂપ થવા માટે હળવદના આવા ૫૪ વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૯-૨૦માં હળવદ માર્કેટીંગ યાર્ડ દ્વારા રૂ.૧૦.૮૦ લાખની સ્કૉલરશીપ અપાઈ છે. આ મહામારીના સમયે લોકડાઉનમાં પણ માર્કેટ યાર્ડ હળવદની એમ્બ્યુલન્સ સુવિધા સતત કાર્યશીલ રહી છે. તે બાબત પણ નોંધનીય છે.

વધુમાં, માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડ – હળવદના તમામ સભ્યો તથા ટીમ હંમેશા ખેડૂતોના હિત માટે વિચારશીલ છે અને રહેશે. તથા ખેડૂતો માટે નવી નવી સુવિધાઓ આપવામાં હંમેશા અગ્રેસર રહેશે. તેમજ સેક્રેટરી મહેશભાઈ પટેલ એ જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને અટકાવી શકાય અને કોઈ ખેડૂત આ મહામારીનો ભોગના બને અને સાથે સાથે તેના ખેત ઉતપન્નનો પણ નિકાલ થાય તે હેતુથી સુદ્રઢ વ્યવસ્થા અને આયોજન સાથે હાલનું મુખ્ય ખેત ઉત્પાદન તલ, વરિયાળી, એરંડા, જીરું અને ગવાર તથા અન્ય પરચુરણ ખેત પેદાશની હરરાજી કરવામાં આવે છે. તથા ખેડુતો માટે સુવિધા આપવા બાબતમાં ચેરમેનશ્રી તથા સમિતિના સભ્યો હમેશા હકારાત્મક વિચારધારા ધરાવે છે.

- text