મોરબી : પાણીનું કનેક્શન બાબતે તથા ચાની લારીઓને છૂટ આપવા રજૂઆત

- text


મોરબી : મોરબી નગરપાલિકાના કાઉન્સિલર નરેન્દ્રસિંહ જાડેજા (હરદેવસિંહ) દ્વારા પાણીનું કનેક્શન તથા ચાના નાના વેપારીઓને છૂટ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેઓએ પાણીનું કનેક્શન આપવા અંગેની લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના વોર્ડ નં. 3માં પાણીનો ટાંકો બનાવવામાં આવેલ છે. જેનું કનેક્શન માત્ર એક જ સોસાયટી અને ટાઉનશિપને આપવામાં આવ્યું છે. તેમજ અન્ય 17 સોસાયટીઓ અને 2 મફતિયાપરાને કનેક્શન આપવામાં આવ્યું નથી. તો આ વિસ્તારની તમામ સોસાયટીને પાણીનું કનેક્શન આપવામાં માંગ કરી છે.

- text

આ ઉપરાંત, ચાના નાના વેપારીઓને છૂટ આપવા અંગેની લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે હાલમાં મોટી દુકાનો, હોટલો ચાલુ રાખવામાં આવી છે. પરંતુ ચાની લારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એવું શા માટે? આ પ્રતિબંધના કારણે ચાના નાના વેપારીઓ હેરાન થાય છે. કોરોનાની અસર તો બધી જગ્યાઓ પર થાય છે. તો 8 દિવસ માટે લોકડાઉન કરવામાં આવે અથવા ચાના નાના વેપારીઓને છૂટ આપવામાં આવે, તેવી માંગ કરી છે.

- text