સોમવાર(5.30pm) : મોરબીમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા, આજના કુલ કેસ 7

- text


સોમવારે કુલ સાત કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો થયો 128

મોરબી : મોરબીમાં કોરોનાના કેસમાં વધારો યથાવત રહ્યો છે. સોમવારે બપોર સુધીમાં 3 કેસ બાદ સાંજે 5.30 વાગ્યા બાદ વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક કેસ મોરબીના જેતપર મચ્છુ ગામે અને ત્રણ કેસ મોરબી શહેરમાં નોંધાયા છે. આ સાથે સોમવારે કુલ કેસનો આંકડો સાત થઈ ગયો હતો અને મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 128 પર પોહચી ગયો હતો.

સોમવારે સવારે બે ડોક્ટરો અને એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે 5.30 વાગ્યે વધુ ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે અંગે મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે સોનિવાડી શેરીમાં રહેતા નિરવભાઈ હરિલાલ પાંચોટીયા (ઉ.36) તેમજ મોરબી શહેરમાં નાની બજારમાં રહેતા ખાનસાબેન સલીમભાઈ (ઉ.20) અને મોરબી શહેરમાં નાની બજારમાં જ રહેતા દિનેશભાઇ હરિભાઈ પાટડીયા (ઉ.55) તથા મોરબી શહેરમાં માધાપર-26માં રહેતા જયોત્સનાબેન દેવેન્દ્રભાઈ પરમાર (ઉ.35)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ ચાર લોકોના સેમ્પલ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે મોરબી જિલ્લામાં આજે સોમવારે કુલ 7 કેસ નોંધાયા હતા.

- text

13 જુલાઈ, સોમવારે નોંધાયેલા નવા કોરોના કેસની વિગત

1) મોરબી શહેર, સાવસર પ્લોટ-9 : ડો. હરગોવિંદભાઇ જમનાદાસ પારેખ (ઉ.83)

2) મોરબી શહેર, કન્યા છાત્રાલય પાછળ, વિઠ્ઠલનગર સોસાયટી, બ્લોક નં.32 : ડો.કાજલબેન ગીરીશભાઈ મોરડીયા (ઉ.28)

3) મોરબી શહેર, રવાપર રોડ, સાનિધ્ય પાર્ક સોસાયટી, ઋત્વિક હાઇટ્સ : તરુણકુમાર ગણેશભાઈ પટેલ (ઉ.32)

4) મોરબી તાલુકા, જેતપર મચ્છુ ગામ, સોનિવાડી શેરી : નિરવભાઈ હરિલાલ પાંચોટીયા (ઉ.36)

5) મોરબી શહેર, નાની બજાર : ખાનસાબેન સલીમભાઈ (ઉ.20)

6) મોરબી શહેર, નાની બજાર : દિનેશભાઇ હરિભાઈ પાટડીયા (ઉ.55)

7) મોરબી શહેર, માધાપર-26, : જયોત્સનાબેન દેવેન્દ્રભાઈ પરમાર (ઉ.35)


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text