ગત રાત્રિના 4થી સોમવારના સવારના 10 સુધીમાં મોરબી જિલ્લામાં પોણાથી દોઢ ઈંચ વરસાદ

- text


ટંકારામાં દોઢ ઈંચ, મોરબી અને વાંકાનેરમાં પોણો ઈંચ તથા માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં રવિવારની મધ્યરાત્રીએ મેઘરાજાએ ફરી ધીમ ધારે હેત વરસાવ્યું હતું અને ગતરાત્રીના 4થી સોમવારના સવારના 10 સુધીમાં મોરબી જિલ્લામાં પોણાથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં ટંકારામાં દોઢ ઈંચ, મોરબી અને વાંકાનેરમાં પોણો ઈંચ તથા માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

મોરબી જિલ્લામાં રવિવારની રાત્રીના 4 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું હતું. મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે રવિવારની રાત્રીના 4 વાગ્યાથી આજે સોમવારે સવારે 10 વાગ્યા દરમિયાન જિલ્લામાં નોંધાયેલા સતાવાર વરસાદના આંકડા મુજબ ટંકારમાં 40 મીમી, મોરબીમાં 21 મીમી, વાંકાનેરમાં 18 મીમી અને માળીયામાં 12 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે હળવદમાં રવિવારની રાત્રે માત્ર એક મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ હળવદમાં વરસાદ નોંધાયો ન હતો. વરસાદને પગલે વાતાવરણ એકદમ ટાઢુંબોળ થઈ ગયું છે. જોકે હાલ વરસાદનો વિરામ છે. પણ હજુ આકાશ ઘનઘોર વાદળોથી ગોરભાયેલું છે.

- text

- text