મોરબી જિલ્લાના ત્રણ પીએસઆઈની આંતરિક બદલી, એસઓજી પીઆઇને એ ડીવીઝનનો ચાર્જ સોપાયો

લીવ ઓન રિઝર્વ પીએસઆઇ સોનારાને બી ડિવિઝનમાં મુકાયા

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લાના ત્રણ પીએસઆઈની આંતરિક બદલીના હુકમો કર્યા છે. સાથે એક લીવ ઓન રિઝર્વ પીએસઆઈને પોસ્ટીંગ આપ્યું છે. ઉપરાંત એક પીઆઇને વધારાનો ચાર્જ સોંપ્યો છે.

મોરબીના એસપી ડો કરનરાજ વાઘેલા દ્વારા આજે ત્રણ પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના એ.વી.ગોંડલીયાને ટંકારા,એ ડિવિઝનમાં ફરજ બજાવતા એલ.એન.વાઢીયાને વાંકાનેર તાલુકા,બી ડિવિઝનમાં ફરજ બજાવતા આર.સી. રામાનુજની હળવદ પોલીસ મથકમાં બદલી કરાઈ છે. આ સાથે લિવ ઓન રિઝર્વમાં રહેલા પીએસઆઈ એમ.પી. સોનારાને બી ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.

ઉપરાંત મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ આર.જે. ચૌધરીની અમદાવાદ ખાતે બદલી થઈ જતાં એ ડિવિઝન પીઆઈનો ચાર્જ એસઓજી પીઆઈ જે.એમ. આલને સોપવામાં આવ્યો છે.