સર્વ શિક્ષા અભિયાન કચેરી- મોરબી ખાતે જિલ્લા કક્ષાની કમિટીની મીટીંગ યોજાઈ :
મોરબી : જી.સી.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા પંચાયત કચેરી તથા ડી.ઈ. ઓ.કચેરી – મોરબીના સંયુક્ત રૂપે આયોજિત મોરબી જિલ્લાના “કેળવણીનો ઈતિહાસ” તૈયાર કરવા માટેની જિલ્લા કક્ષાની પ્રથમ મીટીંગ યોજાઈ હતી. જેમાં વી.એમ.કાચા પ્રચાર્ય ડાયટ રાજકોટ ભરતભાઈ સોલંકી ડી.ઈ. ઓ. મયુર એસ.પારેખ ડીપીઈઓની ઉપસ્થિતમાં “કેળવણીનો ઈતિહાસ”લખવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
ઉપરોક્ત મિટિંગમાં 100 વર્ષ જૂની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા-કોલેજ તેમજ સંસ્કૃત પાઠશાળા, સ્વામી દયાનંદ સરસ્વતી સંસ્થાન શ્રીમદ્દ રાજ ચંદ્ર સંસ્થાન, વી.સી.હાઈસ્કૂલ, અમરસિંહજી હાઈસ્કૂલ, એલ.ઈ. કોલેજ, એમ.એમ.સાયન્સ કોલેજ, હંટર ટ્રેનીંગ કોલેજ, મદરેસા વગેરે તેમજ અન્ય સંસ્થાઓ સાથે સાથે ગ્રામ્ય શહેરમાં 100 સો વર્ષ જૂની શાળાઓનો ઇતિહાસ આલેખાશે. આવી સંસ્થાઓનું સ્થાપના વર્ષ, સંચાલક, સંસ્થા શરૂ કરવાનો હેતુ, પ્રથમ વિદ્યાર્થી અને પ્રથમ વિદ્યાર્થીનીનું નામ, ઉદ્દઘાટક, સંસ્થામાં અભ્યાસ કરેલ મહાન વિદ્યાર્થીની વિગત, ગૌરવશાળી ઘટના, હાલની સ્થિતિ સહિતની વિગતો એકત્ર કરી મોરબી જિલ્લાનો કેળવણીનો ઇતિહાસ આલેખવામાં આવશે.
આ કાર્યવાહી માટે જિલ્લા કક્ષાની કમિટીમાં મીનાક્ષીબેન રાવલ, પ્રજ્ઞાબેન રાદડિયા, સી.લેક્ચરર ડો.ભાવેશભાઈ જેતપરિયા, પ્રો. જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબી તેમજ જાણીતા એંકર કવિ લેખક ડો.અનિલભાઈ કંસારા, નિવૃત પ્રોફેસર અને પીઢ વયોવૃદ્ધ કેળવણીકાર ડો.હાજીભાઈ બાદી, નિવૃત્ત પ્રોફેસર લોકભારતી સણોસરા ભાણજીભાઈ આદ્રોજા, કેળવણીકાર લખનભાઈ જાદવ, સાહિત્યકાર ડો.અમૃતલાલ કાંજીયા, જાણીતા હાસ્ય વ્યન્ગ લેખક દિનેશભાઇ વડસોલા, પૂર્વ બી.આર.સી.કો.ઓ. શૈલેષભાઈ કાલરીયા, કવિ લેખક રાજેશભાઈ પરમાર, કવિ લેખક ભરતભાઈ ફુલતરીયા માહિતી ખાતું મોરબી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર કમિટી વતી મોરબી જિલ્લાના વડીલો, શિક્ષણવિદોને સો વર્ષ જૂની કોઈ શૈક્ષણિક સંસ્થા ધ્યાનમાં હોય તો કમિટીના સભ્યોને જાણ કરવા આહવાન કરવામાં આવ્યું છે જેથી એક પણ સંસ્થા બાકી રહી ન જાય. માટે આવી કોઈને કોઈ બાબતોથી પરિચિત હોય તો આવી બાબતની જાણકારી માટે મોબાઈલ નંબર 9825913334 પર જાણ કરવા અપીલ કરાઈ છે.
