વાંકાનેર : બાઈક ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ

- text


વાંકાનેર : વાંકાનેરમાં દીવાનપરામાં રહેતા 51 વર્ષીય નીલેશગીરી દયાલગીરી ગોસ્વામીનું મોટરસાયકલ નં. GJ-36-K-2728 ગત તા. 16 માર્ચના રોજ ઘર પાસે પાર્ક કરેલું હતું. આ મોટર સાયકલને કોઈ અજાણ્યો શખ્સ સવારના 5 વાગ્યા પહેલા ચોરી ગયો હતો. ત્યારબાદ ઘરમેળે તપાસ ચાલુ હતી. પરંતુ મોટર સાયકલનો પત્તો ના લાગતા નિલેશભાઈએ ગઈકાલે તા. 28ના રોજ આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા મોટર સાયકલ અને ચોરની શોધખોળ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text