મોરબી : રવિવારે લેવાયેલા 63 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હમણાં દરરોજ એકાદો પોઝિટિવ કેસ નોંધાય છે. હાલ મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 થઈ ગઈ છે. ત્યારે મોરબી જિલ્લામાં જુદી જુદી સરકારી હોસ્પિટલમાં રવિવારે લેવાયેલા 63 સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

- text