કોરોના મહામારી વચ્ચે મોરબીની જ હોસ્પિટલમાં કેન્સર સર્જન ડો. મંથન મેરજાએ કરી પાંચ સફળ સર્જરી

- text


હવે કેન્સરની સારવાર માટે દૂર સુધી જવાની જરૂર નથી કારણ કે જાણીતા અને અનુભવી કેન્સર નિષ્ણાંતની ઘર આંગણે સેવા ઉપલબ્ધ


કન્સલ્ટેશન માટે એપોઇટમેન્ટ લેવા કોલ કરો મો.નં. 9023647992


(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : કોરોનાની મહામારી વચ્ચે કેન્સર સર્જન ડો. મંથન મેરજાએ કેન્સરની પાંચ સફળ સર્જરી કરીને દર્દીઓને નવુ જીવન અર્પણ કર્યું છે. આમ હવે કેન્સરની સારવાર માટે લોકોએ દૂર સુધી જવાની કે વધુ નાણા ખર્ચવાની જરૂર નથી. કારણકે જાણીતા અને અનુભવી એવા કેન્સર નિષ્ણાંતની સેવા હવે ઘર આંગણે મોરબી ની હોસ્પિટલમાં જ મળી રહી છે.

મોરબી શહેરની ખ્યાતનામ એવી ક્રિષ્ના અને એપલ હોસ્પિટલમાં અનુભવી કેન્સર સર્જન ડો. મંથન મેરજાની સેવા મળી રહી છે. ડો. મંથન મેરજા (પટેલ) મૂળ બગથળાના વતની છે. તેઓએ અત્યાર સુધીમાં અનેક જટિલ સર્જરીઓ સફળ રીતે પાર પાડી છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે તેઓએ મોરબીમાં પોતાની સેવા ચાલુ રાખીને બે જડબાના, એક મોઢાના તથા બે ચામડીના કેન્સરની સફળ સર્જરી કરી છે. જ્યારે લોકડાઉન વેળાએ કોરોનાના કહેરને લીધે સારવાર શક્ય ત્યાં સુધી પોસ્ટપોન્ડ રાખવામાં આવી રહી હતી. ત્યારે ડો. મંથન મેરજાએ કોઈ દર્દી સંક્રમિત ન થાય તેની ખાસ તકેદારી રાખીને આ સફળ સર્જરીઓ કરી દર્દીઓને નવું જીવન આપ્યું છે. અહીં કન્સલ્ટેશન માટે એપોઇટમેન્ટ લેવી ફરજીયાત છે. એપોઇટમેન્ટ માટે મો.નં.9023647992 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી દરમિયાન તેઓ દ્વારા 30 થી 40 ઓપીડી કરવામાં આવી હતી. અહીં દર્દીઓ માટે કોરોનાને ધ્યાને લઈને ખાસ તકેદારીના પગલાં પણ લેવામાં આવ્યા હતા. આ વિશે ડો. મંથન મેરજાએ પોતાના ઉપર વિશ્વાસ મુકવા બદલ મોરબીવાસીઓનો આભાર પ્રગટ કર્યો છે.

- text


મોરબી ની હોસ્પિટલમાં અડધા ખર્ચે સંતોષકારક સારવાર મળી : દર્દીના પિતા

જડબાનું કેન્સર ધરાવતા મનીષ નામના દર્દીના પિતા દામજીભાઈ ( રહે. રવાપર)એ જણાવ્યું હતું કે તેમના પુત્રને દાઢમાં દુખાવો ઉપડતા મોરબી અને રાજકોટ કેન્સરનો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ કેન્સર માટે પોઝિટિવ આવતા તાત્કાલિક રાજકોટ કે અમદાવાદ દાખલ થવાનું હતું. પરંતુ મને ડો.મંથન મેરજા (પટેલ) વિશે ફેસબુકમાં જાણવા મળતા તેમનો ફોન ઉપર કોન્ટેક્ટ કરી તેમની મુલાકાત લીધી હતી. અમે અન્ય હોસ્પિટલમાં પણ ખર્ચ વિશે જાણકારી મેળવી હતી પરંતુ તેનાથી અડધા ખર્ચમાં મોરબીની હોસ્પિટલમાં ઓપરેશન કરી આપવામાં આવ્યું છે અને આ ઓપરેશનથી અમને સંપૂર્ણ સંતોષ પણ થયો છે. અહીં અમને અનેક ફાયદા થયા છે. જેમકે ખર્ચ અડધો, મોરબીમાં જ સારવાર , 24 કલાકમાં દર્દી હરતો ફરતો, નળીથી જ્યુસ પીવાની છૂટ, 48 કલાકમાં સાબુથી ન્હાવા અને બોલવાની છૂટ, દાખલ થયા પછી સાતમા દિવસે રજા, રજા પછી ઓછી દવા છતાં કોઈ દુખાવો નહિ. (નામ બદલાવેલ છે)


- text