મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત 59 લોકોના સેમ્પલ લેવાયા

- text


 

ગઈકાલે લવાયેલા 54 સેમ્પલમાંથી આજે વાંકાનેરના એક પોઝિટિવ સિવાય બાકીના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ મહિનામાં નોંધાયા તેટલા કેસ માત્ર ચાર દિવસમાં નોંધાયા છે. અને કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં બે આંકડામાં પોહચી 12 થઈ ગઈ છે. ત્યારે આજે વધુ 2 શંકાસ્પદ દર્દી સહિત કુલ 59 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાલ માસ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં આજે શુક્રવારે મોરબી શહેરના 20 વર્ષના યુવાન અને માળિયાના વીરવિદરકા ગામના 60 વર્ષના વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા બન્નેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 57 લોકોના રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આમ આજે શુક્રવારે કુલ 59 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવતીકાલે જાહેર થવાના છે.

વધુમાં આરોગ્ય વિભાગે ગઈકાલે ગુરુવારે 54 સેમ્પલ લીધા હતા. તેમાં વાંકાનેરના જિનપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના 53 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

- text