હળવદમાં સાઉન્ડ એન્ડ સ્ટેજ આર્ટીસ્ટો દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર

- text


કોરોનાની મહામારીમા રાજ્ય સરકાર સહાય કરે તેવી માંગ કરવામાં આવી

હળવદ: આજ રોજ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદના કલાકારો અને તેમના સાંજીદાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓને રાજ્ય સરકાર મદદરૂપ બને તેવી અપીલ કરવામાં આવી હતી.

- text

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે લોકોની આર્થિક પરિસ્થિતિ પર મોટો ફટકો પડયો છે. ત્યારે આજ રોજ હળવદ મામલતદાર કચેરી ખાતે સાઉન્ડ એન્ડ સ્ટેજ આર્ટીસ્ટ હળવદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને તેમા જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને લીધે સાઉન્ડ તથા સંગીત, કલાકારો, સાજીંદાઓના ધંધાને પૂરેપૂરી નુકસાની થઇ છે. ઓપરેટરોના પગાર પણ ચુકવવા પડે છે. તેમજ હજુ અંદાજે પાંચથી છ મહિના સુધી અમારા ધંધા ખુલશે નહીં. જેથી, આવી પરિસ્થિતિમાં જો રાજ્ય સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય જેવી કે ધંધાકીય લોનમાં હપ્તા કે વ્યાજ દરમા રાહત કે અન્ય આર્થિક સહાય મળે તો એસોસીએશન ટકી શકે તેમ છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે.

- text