મોરારીબાપુ સામે કાર્યવાહીની માંગ સાથે મોરબી આહીર સમાજના યુવાનો દ્વારા આવેદન અપાયું

- text


મોરબી : જાણીતા કથાકાર મોરારી બાપુએ ભગવાન શ્રીકૃષ્ણ તથા એમના વંશજો વિશેની ટિપ્પણીનો વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લેતો. આ મામલે આજે મોરબીના આહીર સમાજના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને દ્વારકામાં આહીર સમાજના યુવાન જે ઉપવાસ ઉપર બેસેલા છે તેમના સમર્થન આપીને દ્વારકા જઈને મોરારી બાપુ માફી માંગે એવી માંગણી કરી છે.

- text

આવેદન પત્રમાં જણાવ્યું હતું કે પ્રખર રામાયણના કથાકાર મોરારીબાપુએ કથાના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણ અને એમના વંશજોને ટાર્ગેટ કરીને સમસ્ત હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તે રીતે તેમની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ઠેર-ઠેરથી મોરારી બાપુનો વિરોધ થઈ રહ્યો છે અને આ મામલે દ્રારકામાં આહીર યુવાનો ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેના ટેકામાં મોરબીના આહીર સમાજના યુવાનોએ કલેકટરને આવેદનપત્ર આપીને સમસ્ત હિન્દૂ સમાજની લાગણી દુભાવનાર મોરારી બાપુ સામે કાર્યવાહી કરવા અને તેઓ દ્વારકા જઈને માફી માંગે તેવી માંગ કરી છે.

- text