માળીયા (મી.) : બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ

- text


પોલીસે ફરાર ટ્રકચાલકની શોધખોળ આદરી

માળીયા (મી.) : માળીયા (મી.) શહેરમાં અણીયારી ટોલટેક્સ પાસે બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

ગત તા. 31 મેના રોજ માળીયા (મી.) શહેરમાં અણીયારી ટોલટેક્સ પાસે ટ્રક ગાડી જેનો રજી. નંબર-GJ-12-BT-8163 ના ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી ટ્રક નં. GJ-12-AT-7053 ના પાછળના ભાગે ભટકાડ્યો હતો. આથી, GJ-12-AT-7053ના ટ્રક ચાલક કરીમભાઈ અબુબકરભાઈ રાયમા (ઉ.વ.-૪૫ ધંધો-ડ્રાઈવીંગ, રહે-ગઢશીશા, જીલ્લાની નગર (ડુંગર ઉપર), તા-માંડવી, જિ-કચ્છ)ને બન્ને પગે તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરના ભાગે નાની મોટી ઇજાઓ થઇ હતી. આ બનાવમાં GJ-12-BT-8163નો ચાલક અકસ્માત બાદ નાશી ગયો હતો. બાદમાં કરીમભાઈએ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ ગઈકાલે તા. 4 જૂનના રોજ માળીયા (મી.) પોલીસ સ્ટેશન ખાતે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. હાલમાં પોલીસે ફરાર ટ્રકચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text