મોરબીના વાવડી રોડ પરના રેવા પાર્ક-1ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ : સ્થાનિકોને રાહત

- text


વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપ્યા બાદ તંત્રએ નિયમ કરતા વહેલી મંજૂરી મેળવીને તે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી

મોરબી : મોરબીના વાવડી રોડ આવેલ રેવા પાર્ક-1 વિસ્તારને આજે કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે. જોકે થોડા દિવસો પહેલા કોરોનાગ્રસ્ત વૃદ્ધા સજા થઈને હેમખેમ ઘરે પરત ફર્યા બાદ તંત્રએ આજે વિશેષ મંજૂરી મેળવીને નિયમ કરતા વહેલી આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે. તેથી, સ્થાનિકોએ રાહત અનુભવી છે.

- text

મુંબઈથી થોડા દિવસો પહેલા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવાપાર્ક -1 માં રહેવા આવેલા ઉષાબેન પરમારનો અગાઉ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી, તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આરોગ્ય સહિતના તંત્ર દ્વારા રેવાપાર્ક-1ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. દરમિયાન કોરનાગ્રસ્ત વૃદ્ધાની તબિયત સુધરતા તેમને અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે 14 દિવસ કન્ટેન્ટમેન્ટ ઝોનના પુરા થયા હતા. આમ તો નિયમ મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોનના 28 દિવસ હોય છે. પણ મોરબી કલેકટરે સરકારમાંથી અંગે વિશેષ મંજુરી મેચોવીને રેવા પાર્ક -1 ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે અને રેવા પાર્કમાં રહેલી આડશો દૂર કરીને આ વિસ્તારને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. જેથી, સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે.

- text