વાંકાનેરની અરૂણોદય સોસાયટી 28 દિવસ પહેલાં જ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત

- text


આર્થિક-માનસિક હાલત ખરાબ થઈ ગયાનો થોડી દિવસ પહેલા સ્થાનિકોએ બળાપો ઠાલવ્યા બાદ અંતે આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરતા સ્થાનિકોને રાહત

વાંકાનેર : વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટીમાં રહેતાં જીતુભા ઝાલાનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતાં અરૂણોદય સોસાયટીને તંત્ર દ્વારા કોર્ડન કરી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં નવ દિવસની સારવાર બાદ જીતુભા સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા પરિવારોની માનસિક તેમજ આર્થિક હાલત ખરાબ થતાં અને તે લોકોની માંગણી સ્થાનિક તંત્રએ ઉચ્ચ લેવલ સુધી પહોંચાડતા ‌આજે તંત્ર દ્વારા સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્ત કરવામાં આવી છે.

- text

આ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસ પણ રહેતાં હોય સ્થાનિક લોકોની માગણી તેઓએ સરકાર સુધી પહોંચાડવામાં સિંહ ફાળો ભજવ્યો છે. તેઓએ સતત રાજકોટના સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાના સંપર્કમાં રહી સોસાયટીના રહીશોની માગણી સરકાર સુધી પહોંચાડી આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાવી છે. જોકે થોડા દિવસો પહેલા આ કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોએ આર્થિક-માનસિક હાલત ખરાબ ગયાનો બળાપો ઠાલવ્યો હતો. જેને પગલે તંત્રએ આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરી સુવિધાઓ પુરી પાડી હતી. જોકે આ વિસ્તારના કોરોનાગ્રસ્ત વૃદ્ધને રજા આપી દેવામાં આવી હોવાથી સ્થાનિકોએ તેમના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. જેથી, તંત્રએ આ સોસાયટીની કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે અને સોસાયટીને ફરતે લગાવેલી તમામ આડશો દૂર કરી દીધી હતી. જેથી, આ વિસ્તારના રહીશોને મુક્તિનો અહેસાસ થતા ખુશખુશાલ થઈ ગયા હતા.

- text