મોરબીમાં 12 વર્ષના બાળકે રમજાન માસના તમામ રોજા પૂર્ણ કર્યા

- text


મોરબી : તાજેતરમાં જ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ પૂર્ણ થયેલ છે. આ માસ દરમિયાન નાના-મોટા અનેક મુસ્લિમ બિરાદરો રોજા રાખીને ખુદાની ઈબાદત કરે છે. ત્યારે મોરબીના રબારી વાસમાં રહેતા રિક્ષાચાલક અમીનભાઈ મતવાના પુત્ર રેહાને રમજાન માસના તમામ 30 રોજા પૂર્ણ કરીને અલ્લાહની બંદગી કરી હતી.

- text