રાજપર ગામે ગુરુકૃપા યુવા ગ્રુપ દ્વારા ઘરે-ઘરે હોમિયોપેથીક દવાનું વિતરણ

- text


આયુષ મંત્રાલય આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન અનુસાર કોરોના સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

મોરબી : હાલ કોરોનાની મહામારી સમગ્ર વિશ્વને ભરડો લઈ રહી છે. ત્યારે મોરબીના રાજપર ગામે ગુરુકૃપા યુવા ગ્રુપ દ્વારા ઘરેઘરે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલય આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન અનુસાર કોરોના સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.

- text

ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન અનુસાર કોરોનાની મહામારી સામે રક્ષણ મેળવવા માટે ઠેરઠેર લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના રાજપર ગામે લોકોનવા કોરોના સામે રક્ષણ આપવા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એવા હેતુસર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુંદરમ હોમિયોપેથીક ક્લિનિકના ડો. સંજય પટેલ દ્વારા તદ્દન ફ્રી ઓફ ચાર્જમાં હોમીયોપેથીક દવા આપ્યા બાદ આ દવાનું રાજપર ગામના ગુરુકૃપા યુવક ગૃપ દ્વારા સોશ્યલ ડીંસ્ટન્સ જાળવી તથા માસ્ક પહેરીને ગામમાં ઘરેઘરે ફરીને લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હોમિયોપેથીક દવાના 24 હજાર જેટલા ડોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, ડો સંજય પટેલ દ્વારા આલાપ પાર્ક, ચિત્રકૂટ સોસાયટી, શ્યામ પાર્કના તમામ રહીશોને અને તમામ પાણી પુરવઠા સ્ટાફ તેમજ પીજીવોસીએલનો સમગ્ર સ્ટાફ અને ડોકટરોને વિનામૂલ્યે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text