ટંકારામા છુટછાટ છતા પાન-મવાના ગલ્લા ન ખુલ્યા : હોલસેલરો માલ ન આપતા હોવાની રાવ    

- text


લોકડાઉનમા વ્યસનીઓની તલપ પારખી ઉઘાડી લુંટ કયાઁ પછી હવે બજારભાવે માલ વિતરણ કરવાના બદલે કૃત્રિમ અછત ઉભી કરી હજુ કાળી કમાણી કરવાની પેરવી હોવાના આક્ષેપ

ટંકારા : સરકારે જાહેર કરેલ લોકડાઉન-૪ મા પાનના ગલ્લાને છુટ આપવામા આવતા બંધાણીઓમા ખુશીની લહેર છવાઈ હતી.પરંતુ ટંકારાના હોલસેલરો અને મોટાભાગના રીટેઇલરો માલની અછતનુ બહાનુ આગળ ધરી વ્યસનીઓને બુધવારે પણ નિરાશ કયાઁ હતા.અને આજે દુકાનો જ ખોલી ન હતી. લોકડાઉનમા વ્યસનીઓની તલપ પારખી ઉઘાડી લુંટ કયાઁ પછી હવે બજારભાવે માલ વિતરણ કરવાના બદલે કૃત્રિમ અછત ઉભી કરી હજુ કાળી કમાણી કરવા માટે કૃત્રિમ અછતનુ ત્રાગુ રચનારા સામે પગલાની માંગ ઉઠી છે અને હોલસેલરોના દુકાન,ગોડાઉન,ઘરોમા છાપો મારી સંગ્રહખોરોને ઉઘાડા પાડવા માંગણી કરી છે.

- text

સરકારે કોરોના લોકડાઉન-૪મા પાનના ગલ્લાને છુટછાટ આપી વ્યસનીઓને રાજી કરતા બંધાણીઓમા રીતસરની હરખની હેલી જોવા મળતી હતી.પરંતુ આ હરખ ઉપર પાબંદીમા બેફામ માલ વેચી તગડી કમાણી કરનારા ટંકારાના હોલસેલરો અને અમુક રીટેઇલરોઍ પોતાની પાસે તલપ બુજાવવાનો જથ્થો ન હોવાની કેસેટ વગાડી ઠંડુ પાણી રેડતા બંધાણી આલમમા નિરાશા વ્યાપી હતી.બંધાણીઓ ખુલ્લેઆમ આક્ષેપ કરતા હતા કે, લોકડાઉન પાબંઘીમા કાળાબજારમા છુટથી મળતો માલ છુટછાટ બાદ રાતોરાત કયા પગ કરી ગયો? આ પરથી ઍ તો સ્પષ્ટ થાય છેકે, આક્ષેપમા ખરેખર તથ્ય જણાય છે.કારણકે બંધ પૂવૅઁ સ્ટોક બધે હતો.બંધમા શટર ખૂલ્યા નહોય તો ઍ માલ ગયો કયા? આની તપાસ થાય તો કાળી કમાણી કરનારાઓ બેનકાબ થાય ઍમા બેમત નથી પાન-તમાકુના હોલસેલના વેપારીઓની દુકાનો,ગોડાઉન અને ઘરમા છાપો મારી સગેવગે થયેલ માલ બહાર લાવી સંગ઼હખોરોને જાહેરમા ઉઘાડા પાડવા ફરીયાદ ઉઠી છે .

લોકડાઉનમા વ્યસનીઓની તલપ બુજાવવા બેફામ લુંટ ચલાવી કાળી કમાણી કરનારાઓને હવે બજારભાવે માલ ન વેચવા માટે માલની કૃત્રિમ તંગીનુ ત્રાગુ રચી હજુ બંધાણીઓને ચુસવાની ખોરા ટોપરા જેવી નિતી હોવાનો આક્ષેપ કરી સરકારે કાળાબજાર કરતા આવા દુકાનદારો સામે કડક પગલા લઈ વ્યસનીઓને બચાવવા કડક પગલા લેવા માંગણી કરી હતી. 

- text