ટંકારામા ટેકાના ભાવે ચણાની ખરીદીનો સાંસદ મોહન કુંડારીયાના હસ્તે પ્રારંભ

- text


ચણાની ખરીદી માટે નોંધાયેલા 3758 ખેડુતોમાંથી દરરોજ 100 ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવશે

ટંકારા : ટંકારામા ટેકાના ભાવે ચણાની ખરીદીનો સાંસદ મોહન કુંડારીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજકો માસોલ હસ્તગત ટંકારા સેવા સહકારી મંડળી દ્વારા ચણાની ખરીદી શરૂ કરાઇ છે. આ ચણાની ખરીદી માટે 3758 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. દરરોજના 100 ખેડુતોના ચણાની ખરીદી થશે.

કોરોનાના કહેર વચ્ચે જગતતાતની જણસો પાણીના ભાવે વેપારી ખરીદી કરતા હોવાની બુમરાણ વચ્ચે આજે ટંકારાના કુલદીપ કોટનના ગોડાઉનમાં ગુજકો માસોલ સાથે ટંકારા સેવા સહકારી મંડળી દ્વારા આજે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી હતી. જેનો પ્રારંભ સાંસદ મોહન કુંડારીયાના હસ્તે થયો હતો. આ તકે ગુજકો માસોલના પ્રમુખ મગનભાઈ વડાવીયા, માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન ભવાનભાઈ ભાગીયા, મોરબી જિલ્લા સંઘના ચેરમેન બળવંતભાઈ કોટડીયા સહિત ખેડુતો હાજર રહ્યા હતા.

- text

ટંકારા સહકારી મંડળીના મંત્રી જીતુભાઈ ખોખાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એકી સાથે પાંચ જગ્યાએ તોલાટની કામગીરી શરૂ કરી ચણાના ટેકાના ભાવ 975 અને એક ખેડૂતને વધુમાં વધુ 125 મણ ચણાની ખરીદી થશે. અત્યાર સુધી કેન્દ્રમા 3758 ખેડુતોએ ચણા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમા રોજના 100 ખેડુતોનો વારો આવશે. જેની જાણ નોધાયેલ નંબર ઉપર મેસેજ થકી કરવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અન્નના માલિકની માવઠાના માર વચ્ચે માલની વેપારી નિચા ભાવે ખરીદીનો કમરતોડ ફટકા વચ્ચે ચણા કેન્દ્ર રાહત આપે તેવી ખેડૂતોમાં આશા જન્મી છે.

- text