ખાખરેચીના શ્રમિકોને વતન પહોંચાડવા સેવાભાવીઓ આગળ આવ્યા

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે વૈશ્વિક મહામારી કોરોનાને લીધે થયેલ લોકડાઉનથી છેલ્લા કેટલાક દિવસોથી વતન જવા માટે મજૂરો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. ગઈકાલે ખાખરેચી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એ. ડી. સાહેબ, સેવાભાવી અશોકભાઈ બાપોદરિયા, દીપકભાઈ કૈલા તથા વી.સી.ઇ. ધવલ પારજીયા તથા રાજેશ સંખેસરીયાના પ્રયત્નોથી મજૂરો માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેક્ટરની ઓનલાઈન કલેકટર મંજૂરી મેળવી ખાખરેચી ગામના મજૂરોને પોતાના માદરે વતન મોકલી આપવા સરકારની ગાઈડલાઈન મુજબ વાહનને સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. તેમજ દરેક મજૂરોને માસ્ક વિતરણ તથા નાસ્તા-પાણીની સગવડ અશોકભાઈ બાપોદરિયા તરફથી પૂરી પાડવામાં આવી હતી.

- text